Tuesday, November 22, 2022

Happy family day💚

 આજે "પરિવાર" દિવસ ( ફેમિલી ડે) છે. 

મેસેજ વાંચ્યા પછી લખવાની ઈચ્છા થઈ ગઈ એટલે લખ્યું✍🏼

 આ સંસાર તો પ્રભુ નો પરિવાર છે, એટલે  બધાની  સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ.

 ચારે બાજુથી થતા હોય વાર પર વાર તોય સાથે ઉભો રહે તેનુ નામ "પરિવાર"©️

પિતા થી મોટો કોઈ સલાહકાર નથી, 

માં ના ખોળા થી મોટી કોઈ દુનિયા નથી, 

ભાઈ થી મોટો કોઈ ભાગીદાર નથી, 

બહેન થી મોટી કોઈ શુભચિંતક નથી, 

પત્ની થી મોટો કોઈ દોસ્ત નથી, 

દિકરા-દિકરી થી મોટા કોઈ  મદદગાર નથી, 

એટલે જ 

"પરિવાર" થી મોટુ કોઈ ધન નથી,  અને 

એટલા માટે

 "પરિવાર" વગર કોઈ જીવન નથી.🫶🏽 

 ઘડિયાળ ના કાંટા જેવો "પરિવાર" હોવો જોઈએ. 

🕐ભલે એક ફાસ્ટ હોય, 

🕢ભલે એક ધીમો હોય, 

🕕ભલે એક મોટો હોય, 

🕡ભલે એક નાનો હોય, 

પણ  જો કોઈ ના

🕛 12 વગાડવા 🕛હોય ત્યારે "પરિવાર" ના બધા સાથે જ હોય. ©️👭

 સમય,  દોસ્ત અને  "પરિવાર"

  એ એવી વસ્તુ છે કે જે મફત મા  મળે છે પણ એની

 કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે *તે ક્યાંક ખોવાઈ જાય છે. ❗

🙏જો પરમાત્મા ની  પાસે કંઈક માંગવુ હોય તો, 

 "પરિવાર" ની  એકતા, અને ખુશી માંગજો, કારણ કે 

🎋

મંદિરો ની બહાર ગરીબો ને "પરિવાર" સાથે હસતા જોયા છે,  અને  

અમીરો ને "પરિવાર" વગર મંદિરો ની અંદર રોતા જોયા છે.

👀

ગામડામા રહેનાર ની નજર શહેર તરફ છે, 

શહેર મા રહેનાર ની નજર વિદેશ તરફ છે, 

વિદેશ મા જનાર ની નજર  વિશ્વ તરફ છે, 

પણ આ બધાય દુઃખી છે ㊙️

જેની નજર પોતાના "પરિવાર" તરફ છે,

 એ સૌથી વધુ સુખી છે. 💖

💔

©️જો "પરિવાર" મા નાની-નાની વાતો ને મોટી કરશો તો "પરિવાર" નાનો થશે, 

થોડુ જોયા કરજો, 👁️

થોડુ જતુ કરજો, 👐

થોડુ જાતે કરજો, ✊🏻

આ *જિંદગી *જીવવા જેવી લાગશે🤝🌷👌🌷👍

🙏 🌺🙏

0 comments: